નકામી પંચાત કેમ ? આખિર વોટ્સ ઈન અ નેમ ?? 

હાલમાજ આ પોસ્ટ મે ફેસબુક પર જોયુ , પોસ્ટ પર રહેલી કમેંટ્સ પર નજર ફેરવી . મોટા ભાગના લોકોનો મત એ જ હતો કે બે બે સરનેમ (અટક ) લખવાનો શુ ફાયદો !? કાનુની દ્રષ્ટિએ તો લગ્ન પછી પતિની અટક એ જ પત્નિની સાચી અટક , વાત ૧૦૦% સાચી પણ છે . પણ ઘણી મહિલાઓ પોતાના પિયરની અને સાસરાની એમ બે અટક લગાડે છે , કારણ ઘણા હોય શકે . ૨૫-૩૦ વર્ષ સુધી નામની પાછળ તમે જે અટક લગાડતા હોવ એ તમારી આઈડેંટીટી બની ગઈ હોય છે તેને ઓવરનાઈટ ચેંન્જ કરવું સહેલું નથી હોતુ ,ઘણી સ્ત્રીઓ એમ પણ માને છે કે લગ્ન પહેલા મહેનત કરી , જે ખ્યાતિ તેમણે પ્રાપ્ત કરી , નામ બનાવ્યુ હોય તે આમ એક જ પળમાં બદલી નાખવુ જાણે લગ્નના બદલામાં પોતાની આઈડેંટીટી વહેચી નાખવી ?

આ બહુ વ્યક્તિગત બાબત છે , બોલીવુડમાં ચાલેલા ટ્રેંડને જોઈએ તો મલાઈકા અરોરા ખાન , એશવર્યા રાય બચ્ચન , કરીના કપૂર ખાન જેવી અનેક અભિનેત્રીઓએ , ગુજરાતી સાહિત્યની પ્રખ્યાત લેખિકા કાજલ ઓઝા વૈધ્યએ પણ બે અટક રાખવાનુ પસંદ કર્યુ છે . 

 ઘણી સત્રીઓ સહેલાઈથી સાસરાની અટક અપનાવી લેતી હોય છે , જ્યારે મારા જેવી ઘણીઓએ પોતાનુ લગ્ન પછીનુ આખુ નામ લખવું પસંદ કર્યુ છે દા.ત  હું કિંજલ ચાવડા / કિંજલ તલાટીને બદલે  ” કિંજલ સત્ય તલાટી ” લખવુ પસંદ કરુ છુ , કારણ માત્ર એટલુ છે કે મારી અને મારા નવા પરિવારની વચ્ચે મારા પતિ એક સેતુ સમાન છે , તેઓને કારણે હું આ નવા પરિવાર સાથે જોડાઈ છુ માટે હુ તેમના નામને મારા નામ અને અટકની વચ્ચે સેતું રુપે રાખવુ પસંદ કરુ છુ

આમા કેટલુ સાચુ કેટલુ ખોટુ મને ખબર નથી , પણ જે લગ્નથી પતિના નામમા કોઈ ફરક આવતો નથી , તે લગ્ન પછી જો કોઈ સ્ત્રી પોતાનું નામ બદલાવા ન પણ માંગે તો એમા વાંધો જ શો છે ? દિકરી એટકે પારકી થાપણ , દિકરી એટલે પારકી અમાનત ! એટલે એનુ પોતાનુ કઈ જોવા જઈએ તો હોતું જ નથી . ઘર બદલાવવું , પરિવાર બદલાવવો , રિત – રિવાજ અરે ધર્મ પણ બદલાવવો , અધુરામાં પુરુ પોતાની એક જ વસ્તુ હોય છે – નામ ! મારા મતે તેને એટલો અઘિકાર તો હોવો જ જોઈએ કે તે પોતે જે નામ લખવુ હોય તે લખી શકે – પાછુ સાસરાની અટક રાખે , પિયરની રાખે કે બંને રાખે , તેના પરથી તેના વ્યકિતત્વને આંકવુ ? અને કોણે આપ્યો એ હક ? 

 એંડ બોસ ઈટ્સ વેરી સીંપલ – પ્રોફાઈલ એનો , નામ એનુ , અટક એની અને સૌથી મહત્વનુ તો “મરજી” એની !!  તો પછી  “આવી નકામી પંચાત કેમ ? આખિર વોટ્સ ઈન અ નેમ ?? “

નો , આય એમ નોટ અ ‘ફેમીનીસ્ટ’

મારા અત્યાર સુધી લખાયેલા ઘણા બધા આર્ટીકલ્સ પરથી , મારી સાથે રોજબરોજ વાત કરવા માટે લીધેલા રીસ્ક પરથી તેમ જ લગભગ બહુ બધી વાર વગર કારણે મે કરેલી દલીલો (મોટે ભાગે લોજીકલ) પરથી હવે મારા નિકટના લોકોએ મને ‘ફેમીનીસ્ટ’ જાહેર કરી છે .

હાલમાં જ હું લેક્ચર લઈ રહી હતી , કે અચાનક મને ક્લાસના ઓનરનો બહારની કેબીનમાંથી અવાજઆવ્યો , ‘ધ ન્યુ  કિરનબેદી ઓફ માય ક્લાસીસ મીસીસ ફેમીનીસ્ટ કેન યુ પ્લીસ કમ ફોર ટુ મિનિટ્સ? આઈ નીડ યોર સજેશન ‘ હું ક્લાસમા ઊભી ઊભી હસી પડી અને તેમની કેબીનનાં ગઈ. મને આ ઊપનામ આપવાનુ કારણ એ કે મારી  વાતો મારા વિધ્યાર્થીઓ સાથે ફક્ત સીલેબસ પુરતી જ સિમિત હોતી નથી ,મને મોટે ભાગે તેઓ સાથે સામાજિક વિષયો પર ચર્ચા કરવી ગમે છે , તેમના મત લેવા ગમે છે ,વિવિધ વિષયો પર લાંબી લચક ચર્ચાઓ ચાલે , મત ભેદો થાય અને અંતે હંમેશા એક જ કનક્લુશન નીકળે , ” મેમ , બટ વી કેન નોટ ચેંજ એવરી બડી નો ? ” અને આ વાક્ય સાથે જ બધી ચર્ચાનો અંત આવે .

મેડમ સાથે વાત પુરી કરી હું ક્સાસમાં પાછી ફરી ત્યારે બેઠેલા વિધ્યાર્થીઓ કઈક ગણગણ કરી રહ્યા હતા , મે પૂછ્યુ તો તેઓમાથી તુષાર કરીને એક બોલ્યો , ‘ મેડમને આપકો સહી બુલાયા ,આપ સચ્ચી ફેમીનીસ્ટ હી હો , જબ દેખો તબ હમ પુરુષોકી ખિલાફ હી બોલતી હો ‘ હું હસી પડી , મે પુછ્યું ‘ અચ્છી બાત હૈ , પર મુજે સબસે પહેલે ફેમીનીઝમ કા મતલબ સમજાઓ જરા ‘ તે બોલ્યો ‘જો હંમેશા પુરુષોકે ખિલાફ બોલે , જો હંમેશા યહ સાબિત કરને કે પીછે પડે કી ઔરત પુરુષો કે બરાબર હૈ , જો યહ જતાના ચાહતા હો કી સત્રી કમજોર નહી હૈ ‘

હું બે મિનિટ ચુપ રહી , તેને મન ભરીને બોલવા દીધું , કદાચ આટલા દિવસની બિચારાની ભડાસ બહાર આવી રહી હતી પછી મે બોલવાનું શરુ કર્યુ , 

‘ ૧.જેસે કી તુમને બતાયા , ફેમીનીસ્ટ વો હોતા હે જો હંમેશા પુરુષો કે ખિલાફ બોલે , પર મે કભી પુરુષોકે ખિલાફ નહી , બલ્કી સત્રીઓ કે અધિકારમે બોલતી હુ ,ઓર કીસી કે અધિકારકે લીઅે બોલને પર મે દુસરે પક્ષ કે ખિલાફ હું યહ તો સાબિત નહી હોતા ના ?’

૨.તુમ્હારે અનુસાર , ‘જો હંમેશા યહ સાબિત કરને કે પીછે પડે કી ઔરત પુરુષો કે બરાબર હૈ વો ફેમીનીસ્ટ હૈ ‘ પર મેને તો કભી યહ બોલા હી નહી કે ઔરત પુરુષ કે બરાબર હૈ , મે તો બચપન સે લેકે આજ તક યહી માનતી આઈ હું ઔર માનતી રહુંગી કે ઔરત પુરુષો કે બરાબર નહી ઊનસે એક સ્તર ઊપર હી હૈ ‘

૩. જો યહ જતાના ચાહતા હો કી સ્ત્રી કમજોર નહી હૈ , હોલ્ડ ઓન બોસ !!! ઈસમે જતાને કી કોઈ બાત આતી હી નહી હૈ , જો ઈંસાન ખુદકે પેટમે ૯ મહિને એક જિંદા ઈંસાન કો સમા સકે ઔર ૯ મહિને કે બાદ ઊસૂી કો ઈસ દુનિયામે લા સકે , માનો નાક મેસે નારીયેલ નિકાલને કે દર્દ કે બરાબર કા દર્દ જેલ સકે , વો કમજોર કહા સે હો ગઈ ????

મને બોલતી અટકાવી ત્ બોલી પડ્યો અરે બસ બસ આપતો સેંટી હો ગઈ મેડમ , પર જબ લિમિટ મે બોલતે હૈ ના ઊસી કો અંબા માના જાતા હૈ ,વરના આજકલ તો સબ ‘bitch’ હૂી હોતી હૈ !! બે મિનિટ હું માની જ ન સકી કે તે આવું બોલ્યો , તે મને ઊશ્કેરી રહ્યો છે હું સમજી ગઈ પણ પોતાનૂી વાત વગર ઊશ્ક્રાયે કરી શકાય એ હુ અહી જોડાયા પછી શીખી ગઈ છું , એટલે હુ પણ બોલી , ” વો ક્યા હે ના કી પહેલે રાજકુંમારીયા અપને પ્રીંસકો ઘોડે પર લડતે દેખ ખુદકો સલામત સમજતૂી થી પર આજકલ ક્યાં હૈ ના કી બહાદુર લોગ કમ હૈ , ઓર ઔરતો કો bitch સમજને વાલે વહી કુત્તે હૈ જો કભી ભી ઘુડસવારી નહી કર પાતે , ઈસી લીએ જબ કોઈ ઔરત સચ કે લિએ બોલતી હૈ યા ફીર અપને હક કે લિએ બિના કુત્તોસે ડરે ઘુડ સવારી કરતી હે ના તો ઊસકો bitch બુલાયા જાતા હૈ , પર યુ નો વોટ તુષાર ઈન ઓરતો કો કોઈ ફર્ક નહી પડતા ક્યોકી ‘ Bitches were once princesses who got tired of their knights in shining armor falling off their high horses once too often, and finally decided to take matters into their own hands.’

ક્લાસનો સમય પુરો થયો , જતા જતા તુષાર બોલ્યો , પર મેમ આપ ફેમીનીસ્ટ નહી હો મેને માના , પર મે આપકો અબ ક્યા બુલાઊ ?? હું હસી , ફક્ત હસી , કદાચ જબરજસ્તી .

સ્વચ્છ સોસાયટી…અસ્વચ્છ મેન્ટાલીટી !

આપણા સૌના પ્રિ઼ય નમો એટલે કે મિ.નરેન્દ્રમોદીજીએ ચાલુ કરેલું સ્વચ્છ ભારત અભિયાન ખરેખર એક પ્રસંશનીય પગલું છે . તમને જો વીકએંડ પર હાથમાં ગ્લોવ્સ પહેરલા અને લાંબા લાંબા ઝાડુઓ લઈને રસ્તે નીકળી પહેરલા યુવા યુવતીઓ નજરે ચડે ને તો ગભરાઈ ન જાતા આતો એક ન્યુ ટ્રેંડ છે , આપણા કુલ મોદીજીએ ખુબજ કુલ રીતે આખરે લોકોને દેશના વિકાસ કાર્યે ધંધે લગાડી જ દીધા , ચાલો સારુજ છે એટલીસ્ટ કુલ દ્ખાવાના ચક્કરમા પણ જો યુવકો કાર્ય કરતા થયા છે તો આડકતરી રીતે તો એ દેશમાટે સારુ જ છે !
રસ્તાઓ તો સ્વચ્છ થવા લાગ્યા , સોસાયટીઓને પણ સ્વચ્છ સોસા઼ટીના સર્ટીફીકેટ્સ મળવા લાગ્યાા જે બિલ્ડીંગના મુખ્ય એંટરન્સ પર જ ટીંગાડેલા હોય . હાલ મા જ હું એક નવી સોસાયટીમાં રહેવા આવી છું, પહેલી વાર જ્યારે બિલ્ડીંગમાં એંટર થઈને તો બે મિનિટ તો ગેટ પર લગાડેલા હોરડીંગને વાંચવામા જ નીકળી ગઈ ,એક લાંબુ લચક ફ્લેક્સનું હોરડીંગ – અબક સોસા઼ટીને સ્વચ્છ સોસાયટીનું સર્ટીફીકેટ આપણી ચંદાકોચર બહેન તરફથી આપવામાં આવ્યુ છે , જોતા જ હું ખુશ થઈ ગઈ , હરખાઈ ગઈ ,કે ચાલો મજા આવશે આ સ્વચ્છ સોસાયટીમાં રહેવાની !!

અઠવાડિયુ મામડ થયુ હશે કે એક રાતે હું લગભગ સાડા નવ વાગે મારી જોબ પરથી ઘરે પાછી આવી રહી હતી , આજે હાથમાં વધારે સામાન હતો , એક હાથમાં શાકની થેલીઓ બીજા હાથમા નવા ઘર માટેની જીવનજરુરીયાતની વસ્તુઓ , ખભે શોલ્ડર બેગ એમ માંડ માંડ રીક્શામાંથી ઊતરી , મે બિલ્ડીંગના પાછળના ગેટમાંથી જવાનું નક્કી કર્યુ જેથી મારે ચાલવું ઓછુ પડે તે દિવસે આ સ્વચ્છ સોસા઼યટીની ખરી ઈમેજ મારી સમક્ષ આવી , પાછલા ગેટ પર જ્યા પારકીંગ એર્યા છે ત્યા અમુક યુવકો ( નકામા કા કામધંધા વગરના કહી શકાય ) હાથમાં સિગારેટ લઈ આરામથી ગપ્પા મારી રહ્યા હતા , જોકે બધાજ સારા ઘરના હતા એટલેકે આર્થિકરીતે સજ્જ હોય તેવા જ પણ કાગળા બધે કાળા એમ માણસો પણ જ્યા નવી કોઈ કન્યા દેખાય ત્યાં આજ પહેલા ક્યારેય કોઈ સ્ત્રીને ન જોઈ એ રીતે એકીટશે જોયા કરે ,મારી સાથે પણ એમ બન્યુ કે જેવી હું અંદર આવી કે મારી નજરની સામેજ એક યુવકે તેની બાજુમા બેઠેલાને કોણી મારી પછી તે આખા સજ્જ પુરુષોના ટોળાએ મારુ ઊપરથી નીચે સુધી એક્સરે કરી નાખ્યુ તે પણ માત્ર બે મિનિટની અંદર જ !! કોઈ ઝુ માથી ભાગેલુ પ્રાણી માનવ વસ્તીમા આવી ચડે ત્યારે લોકો તેને જે રીતે ઘુર્યા કરે કંઈક એવુ જ મે અનુભવ્યું . હુ ઝડપથી દાદર ચડીને ઊપર જતી રહૂી , મારા જેવી આળસુ તો ખાલી હાથેય ક્યારેય દાદરા ન ચડે પણ આજે આટલા સામાન સાથેય હુ સ્પાઈડર વુમનની જેમ ચડી ગઈ .ઘરે આવી ત્યારે સલામતી અનુભવી .

બીજો અનુભવ મને થોડા દિવસ પછી થયો જ્યારે રવિવારની સાંજે હુ મારા મેન ઓફ ધ હાઉસ ( પતિ ) સાથે નીચે ઊતરી , આજે મારા ગળામાં મંગળસુત્ર પણ હતુ , છેલ્લી ઘટના પછી મારા પતિએ મને મંગળસુત્ર પહેરી રાખવાની સલાહ આપી હતી , જે મને પણ યોગ્ય લાગી હતી માટે આજે મારા બે હથિયાર ( મંગળસુત્ર અને પતિ ) ની સાથે હું નીચે ઊતરી એ વિચારે કે આજે મને પેલા યુવકો સ્કેન નહી કરે પણ એવું કઈજ ન બન્યું , હુ મારા પતિની પાછળ બેસીને જ્યાં સુધી ગેટની બહાર ન નીકળી ત્યાં સુધી મારુ સ્કેનીંગ ચાલ્યુ , મારા પતિએ મને ઈગનોર કરવા કહ્યું તેમણે કહ્યુ ગલી ગલીઅે કુત્રા હોય જ બધાને પથ્થર મારતા ન ફરાય વળી તેઓ તને કઈ બોલે ક્ કઈ કરે તો એકશન લેવાય પણ તેઓ કદાચ આપણે નવા રહેવા આવિયા છીએ એટલે પણ આપણને જોતા હોય શકે , પણ નીકળતા નીકળતા મારા પતિએ એક ખુન્ન્સ વાળો ટફ લુક તો તેમને આપી જ દીધો !

ત્રીજો અનુભવ મને વોચમેન સાથે થયો જે હંમેશા મને સુતો જ દેખાયો છે , અમારી સોસાયટીમા કુલ મિલાકે ત્રણ વોચમેનો છે ,જેમાનો એક કુંભકર્ણ , બીજો પંચાતિયો જે ગેટ પર ઓછો લોકોની સાથે ગપ્પા મારતો વધુ દેખાય અને તીર્જો બાઘો જે બિચારો મને તારે જમીન પરના દરશીલની યાદ અપાવે !!  કેટલી સુરક્શિત છેને સોસાયટી !!

ઊપરથી દરરોજ સાંજે જ્યારે હુ નીચે બેઠેલી મહિલા મંડળ અને તેમની ચોવટને પસાર થતા વખતે સાભળુ ત્યારે હસવુ આવે કે બીજાના ઘરમા આમ ડોકિયુ કરતા તેમને જરાય શરમ નહી આવતી હોય ? ઊપરથી સમય કેવી રીતે મળે એમને ? એંડ લેટમી ટેલ યુ ધેટ ધે આર બેટર ધેન એની સ્પાય એજંસી , પુરાવો જોઈએ છે ? મારા ઘરે મારા પતિને મળવા કોઈક બીસનેસ કલીગ આવ્યુ છે એ વાત સોસાયટીમાં એંટર થતા જ મારી પાસે પહોચી ગઈ થેંક્સ ટુ ધ વીમેન સ્પાય મંડળી !!!

નોંધ લેવાની વાત તો એ છે કે જ્યા આના જેવી હજારો સોસાયટીઓ સ્વચ્છ સોસાયટીનું ઈનામ લઈને શો ઓફ કરી રહી છે ત્યાં લોકોની મેંટાલીટી હજી કેટલી અસ્વચ્છ છે !! ખરેખરની સફાઈ તો વિચારોની; વિચારશૈલીની , નજરની , દ્રષ્ટિની કરવાની જરુર છે , ફક્ત ઈમારતોની અને રસ્તાઓની નહી !!! 

જે દિવસે આ વિચારોના ચશ્મા નીકળી જશે તે દિવસે ભારત આપોઆપ સ્વચ્છ થઈ જશે !!

સારમેય 

​મુસાફરીની વચ્ચેથી પાછા ફરવાનો હક નથી તને,

રસ્તા વચ્ચે હાથ છોડી જવાનો હક નથી તને !

પહેલા વ્હાલથી પોતાની બનાવી  ;

આમ અચાનક તિરસ્કારવાનો હક નથી તને !

ખેલ નથી આ કોઈ ,નથી કોઈ રમત,

આમ બંનેના જીવનનો નિર્ણય એકલા લઈ લેવાનો હક નથી તને!

જો કર્યો જ છે નિષ્ચય મને પામી લેવાનો આ જન્મે,

તો મને વિરહની અગિ્નમા જલાવવાનો હક નથી તને

આપીને આંસુ આ સુકા નયનોમાં

મને હસાવવાનો હવે કોઈ હક નથી તને

જો રોકવી જ હતી તો દૂર કરી જ શા માટે ?

હવે આમ મને યાદ કરી રોવાનો હક નથી તને..

ધ સો કોલ્ડ મેજીક સ્પેલ :ચાલશે , ફાવશે , ભાવશે !!!

ચાલશે ,ફાવશે ,ભાવશે !! કોઈ મુવીના ટાઈટલ જેવુ લાગે છે નહી ? ઓમ જય જગદીશ  કા તો ગો ગોવા ગોન એવુ , પણ ના આ કોઈ મુવીનુ ટાઈટલ નથી અને નથી આ કોઈ પુસ્તકનું નામ . 

આતો એક જાદુઈ મંત્ર છે ,હા ,સાચુંજ વાચ્યુ તમે ! જાદુઈ મંત્ર !! એવું અમને ચોથા ધોરણમાં અમારા એક શિક્ષકે શીખવેલુ , એમનો ઈરાદો બહુ પાક હતો અમને ગમે તેવી પરિસ્થિતમા ગમે તેવા સંજોગો મા એડજસ્ટ થઈને રહેતા શીખવવું ! દસ વર્ષની કુમળી વયે તો જેમ સૂરજમુખી સૂર્ય ઢળાવે ત્યાં ઢળે તેવુંજ કંઈક મારું પણ હતુ માટે જે સાંભળ્યું ,શીખ્યું તે ફોલો કર્યુ . ઘીમે ધીમે જેમ આ સુર્યમુખી મોટુ થતુ ગયુ, તેને આ “એડજસ્ટ ” કરવાનો જાદુઈમંત્ર અજીબ લાગવા માંડ્યો , તેને શિક્ષકના શબ્દે શબ્દો યાદ હતા , ” બાળકો ,જો તમે આ ચાલશે , ફાવશે ,ભાવશે નો જાદુઈમંત્ર અપનાવશોને તો તમે બધાના પ્રિય બનશો ,કોઈ દિવસ ક્યાય વાંધો નહી આવે , બધા તમારાથી હંમેશા ખુશ રહેશે ” પણ સુર્યમુખીને આ મંત્ર હવે એક ભાર લાગવા લાગ્યો ,બીજાને ગમે તે માટે મન ના હોય તો પણ “ચાલશે” કહેવાનુ , ન ભાવતુ હોય ત્યા “ભાવશે ” કહેવાનું અને ન ફાવતુ હોય ત્યા જબરજસ્તી “ફાવંશે” કહેવાનું આ બધુ તેને ગુંગળામણ ભર્યુ લાગતુ ,કંઈક શ્વાસ રુંધવી નાખે એવુ જ ! આકાશમાં ઊડતા મુક્ત પંખીઓને તે જોયા જ કરતુ અને વિચારતુ કે કાશ !! તે પોતે પણ એક પંખી હોત …તેને હંમેશા એક કવિતા યાદ આવતી ,

બસ , પછી તેણે નક્કી કર્યુ , જે મંત્રથી બીજાને ખુઃશ કરવાના પર્યત્નો કરવામા જો પોતાને જ ખુશી ન મળતી હોય તો શુ કામ એ મંત્રનુ ? બીજા જરુર ખુશ થાય પણ પોતાને જ જો સ્વથી સંતોષ ના થાય તો શો ફાયદો ? જે વ્યકિત પોતેજ પોતાના આ જાદુઈ મંત્રથી પ્રભાવિત ન ન હોય તે બીજાને કઈ રીતે પ્રભાવિત કરી શકે ?

આ મંત્ર તો તેને એક બંધન રુપી અદ્શ્ય લકીર જેવો લાગતો , જો તેને આ કિનારે રહો તે સારા પણ જેવા પેલે પાર જવાનો પર્યત્ન કર્યો તો આફત ! મંત્ર ફોલો કરે તે બધા સભ્ય ,ડાહ્યા , સમજુ ,સંસ્કારી અને ફોલો ન કર્યો તે તો બાગી , અહંકારી , અસંસ્કારી. 

મૂંગા , ઢોંગી  બનીને સભ્ય હોવાનો તાજ માથે પહેરવા કરતા તો જે પોતે છે તે જ બનીને રહી અસભ્ય હોવાનો કાંટાળો તાજ પહેરવો લાખ દરજ્જે સારુ . સ્પેલનો સ્વીકાર એટલે પોતાના અસસ્તિત્વની આહુતિ એ પણ સ્વ હસ્તે !!

અને વળી તમે જે છો જ નહી તે બીજા સામે રજુ કરવાથી જો  સામી વ્યકિત ખુશ થાય તો હકીકતમા તો તે તમારાથી ખુથ થઈજ ન ગણાય , તે તો માત્ર પેલા મેજીક સ્પેલથી પ્રભાવિત થઈ ગણાય અને જેવો મેજીક સ્પેલ બંધ એની સાથે મેજીકલ અસરો પણ ગાયબ !! પછી તમારા અસલી વ્યકિતત્વથી કેટલા લોકો મેજીક બાઊંડ થાય એ તો ભગવાનજ જાણે પણ એટલીસ્ટ પોતે તો પોતાના સ્વ સાથે અરીસામાં માનથી નજર મેળવી શકાશે  

બસ તેજ દિવસે સુર્યમુખીએ પોતાના મનને પાંખો આપી , તે શારિરક રુપે તો પંખી ન બની શકે પણ તેનું મન એક પંખી જેટલુંજ મુક્ત બની ઊડી પડ્યુ , અને તે દિવસે હવામાં તેણે એક અજીબ તાજગી અનુભવી ~ મુક્તિની તાજગી !!! 

​હવે વાત કરવી જ પડશે : ” તે દિવસોની”


બન્યું એવું કે હું લગભગ છઠ્ઠા ધોરણમાં હતી , અમારી શાળામાં ઘણીવાર બહારથી અમુક લોકો આવતા, ક્યારેક મેજીક શો તો ક્યારેક કતપુત્લી શો એમ ઘણાં કાર્યક્રમ થતા,એક દિવસ મે અમુક લોકોને શાળામાં આવેલા જોયાં હું ખુશ થઈ ગઈ કે કદાચ આજે પણ કોઇક કાર્યક્રમ હશે , છોકરાં છોકરીઓને શાળાનાં મેદાનમાં લઈ જવાશે ,નવો શો શેનો હશે એ વિચારી રહી હતી..
ત્યાં તો તે લોકો ક્લાસમાં આવ્યાં , ટીચર સાથે કંઈક વાત કરી , તે વખતે હું મોનિટર હતી , ટીચરે મને બોલાવી અને કહ્યુ , ‘ બધીજ છોકરીઓને લઇને લેબોરેટરીમાં જા , અને શાંતિ જળવાઈ રહે એનું ધ્યાન રાખજે , તમને આ લોકો કાંઇક સમજાવશે , હું ક્લાસમાં જ છું છોકરાઓનુ ધ્યાન આપું છું ” આટલું બોલી ટીચરે મને જાવા કહ્યુ..હું કાંઇ સમજીજ નહી..છોકરીઓને લઇને જા એટ્લે ? છોકરાઓ નથી આવવાના ? કેમ એ લોકો કલાસમાં બેસે ? એ લોકો શો નહીં જોવે?એવો કયો પ્રયોગ છે જે ખાલી છોકરીઓ કરવાની છે લેબમાં? આવા અનેક વિચારો આવ્યાં પણ મને મળેલા સુચન મુજબ હું છોકરીઓને લઇને લેબમાં પહોંચી.ત્યાં લગભગ ૫ મહિલાઓ હતી તેમણે અમને પોતાનો પરિચય આપવાનું શરુ કર્યુ ,તેઓએ જણાવ્યું કે તેઓ ‘female healthcare’ કરીને કોઈક ગ્રુપના સદસ્યો છે અને ‘ફેમીનાઈન હાઈજીન’માટે બધી સ્ત્રીઓને જાગ્રત કરે છે ..અમે બધી છોકરીઓ એકબીજાની સામે જોવા લાગી , એ લોકો શું બોલી રહ્યા હતા અમને કશીજ સમજ પડી રહી ન હતી ..હાઈજીન સાંભળ્યું હતુ પણ આ ફેમીનાઈન હાઈજીન વળી શું હોય ? અમારા ચહેરાના હાવભાવ પરથી તેઓ તરત સમજી ગયા કે અમે બધી હજી સમજણી થઈ નથી, તેઓ માંથી એક બોલ્યા , “જેમ પહેલા કળી નાની હોય ,  તેને કૂંપળો ફૂટે પછી તે ફૂલ બને તેમ તમે લોકો પણ હજી બધી કળીઓ છો , તમે પણ ધીરે ધીરે ફૂલ બનશો,તમારા શરીરમાં ફેરફારો આવશે જ્યારે તમે લોકો પંદરેક વર્ષની થશો એટલે પીરીયડ્સ આવશે “!!!!! 

“પીરીયડ અેટલે પીટીનો પીરીયડ એમ ? “અમારામાંથી એક નાદાને પૂછ્યું.તે હસવા લાગ્યા…બોલ્યા ,” ના દીકરા,તમે ટાઈમમાં બેસશો”

ઘૂમમમમ !!!! જાણે બોમ્બ ફૂટ્યો…ગુજરાતી ઘરમાં મોટી થઈ રહેલી છોકરીઓએ પોતાના ઘરની મહિલાઓના મોઢે આ સાંભળ્યું હોય પણ એ શું હોય એ ન ખબર હોય,બસ એટલું ખબર હોય કે ગંદુ હોય,અપવિત્ર હોય , અને પુરુષો કે છોકરાઓ સામે આ વિષે બોલવાનું ન હોય…તેથીજ પેલી મહિલાને આના  વિષે આટલું ખુલ્લેઆમ બોલતા જોઈ ઘણી છોકરીઓએ મોંઢા પર હાથ મૂકી “હાઈલા” જેવા ભાવ દેખાડ્યા…તેઓએ અમને તે વિષય પર આખી વિગતસર માહિતી આપી , એમાં શું થાય,ક્યારે થાય ,એનાથી શું ફાયદો હોય વગેરે વગેરે…અને અમને બધાને એક પેકેટ આપ્યું , કહ્યું આને ‘સેનેટરી નેપકીન’ કહેવાય આની તમને બધાને બહુ જલ્દી જરુરત પડશે , તમારી મમ્મીઓ તમને કદાચ જો બીજુ કઈ વાપરવા કહે તો ના પાડી દેવાની ,આવા હાઈજીનીક નેપકીનજ વાપરવા” અમને તેનો ઊપયોગ કરતા પણ શીખવાડ્યો , અને તેને હંમેશા સાથે રાખવા જણાવ્યું.એમ પણ કહ્યું કે ” આમાં કંઈ ગંદુ નથી,આમા શરમાવા જેવું પણ નથી…ઊંમરની સાથે છોકરાઓને દાઢી આવે મૂંછ આવે તે પણ એક પ્રકારનો શારિરીક બદલાવ જ છે , ઊલ્ટાનુ ઈશ્વરે આપણને આ શકિત આપી છે જેનાથી આપણે એક જીવને આ ધરતી પર લાવી શકીએ તો આમાં શરમાવા જેવી તો કોઈ વાતજ નથી , આ બહું કુદરતી વસ્તું છે કુદરતે મહિલાઓને આપેલું વરદાન છે , કોઈને પેટ દુઃખશે , કોઈનેપગ દુઃખશે ,કોઈને પીઠ તો કોઈને પેઢું !પણ આજ તમને પૂર્ણતા આપે છે એક સ્ત્રીની પૂર્ણતા અને મહિનામાં જો ફક્ત પાંચ દિવસ દર્દ સહન કરવું પડે તો શો વાંધો ? આને શ્રાપની જેમ જોતા નહી…ભગવાનને ખબર છે કે સ્ત્રીઓ બહુ સહનશીલ હોય છે માટે જ આવી અઘરી વસ્તુઓ આપણને સહન કરવા આપી છે અને પુરુષોને નહી ,ક્યારે સાંભળ્યું છે કોઈ પુરુષ ગર્ભવતી છે ? કાં પુરુષ પીરીયડ્સમા છે??”

આ સાંભળીને અમે થોડુંક હસ્યા , થોડીક રાહત અનુભવી. પછી અમને અમારા વર્ગમા જવા કહ્યું.કોઈ છોકરી ક્લાસમાં જવાની હિંમત કરી શકી રહી નહતી , એ પેકેટને લઈને ક્લાસમાં જાવુ કઈ રીતે ?જોકે એ પાઊચમાં હતું પણ છોકરાઓ પૂછે તો , ” તમને શું કામ લઈ ગયા ? આ શું આપ્યુ ?” વિચારીને જ ડર લાગી રહ્યો હતો છતા એકસાથે બધી ક્લાસમાં ઘુસી ગઈ અને દફતરમાં સંતાડી દીધું…

આ કિસ્સો મને ફરી આટલા વર્ષે યાદ આવ્યો કારણ થોડા દિવસ પહેલા બનેલી ઘટના !

મારા મહિનાના ” તે દિવસો” ચાલું થવાના હતા , હું કેમિસ્ટ (મેડીકલ સ્ટોર) પર ગઈ ..મે તેમને કહ્યું , ” ભૈયા , એક વ્હિસ્પર લાર્જ વિંગ્સ દેના પ્લીઝ” …વાક્ય પુરુ થતાજ આજુબાજુ ઊભેલા દરેકની નજર મને એ રીતે જોઈ રહી હતી જાણે મે એટમબોમ્બ માંગી લીધો હોય, સ્ત્રીઓ સહિત! ….દુકાનવાળો પણ ફટાફટ એક છાપાના કાગળમાં ,પછી એક બેગમાં એમ લેયર પર લેયરમાં સંતાડી પેક કરી મને આપતા બોલ્યો ,” મેડમ દુસરે બેગમે દુ ? આપકે બેગમે દુસરાભી સામાન હેના, ગંદા હોગા !!”….હં ?? મને નવાઈ લાગી ,એ નાનકડું પેકેટ જે અત્યારે લગભગ ૪-૫ લેયરમા બાંધેલુ છે તે કંઈ રીતે મારા બીજા સામાન ને ખરાબ કરી શકે ? પણ તેની સમજને તેના પર છોડીને હું ઘરે આવી ગઈ…આજની તારીખમાં પણ મહિલાઓને “તે દિવસોમાં” એ રીતે રાખવામાં આવે છે જાણે તેઓ અછૂત છે કાંતો ભયંકર રોગથી પીડીત છે ,તેમના અડવાથી અથાણા બગડી જાશે ,

 આઈ મીન કમોન !!! માન્યું કે તે દિવસોમાં અમૂક ઝેરી તત્વો શરીરમાંથી નીકળતા હોય છે પણ તે કંઈ ઝેરીલી નાગણ નથી કે તમે તેને અડી ન શકો , પૂર્વજોએ આવા સમયમાં સમાગમની ના પાડી છે તેનું કારણએ નથી કે પેલી અપવિત્ર હોય છે ,એનું કારણ એ છે કે તેને તે સમયે આરામની જરુર હોય છે , તેના શરીરમાં થઈ રહેલા બદલાવ તેને ચીડચીડી કરી મૂકે છે,ત્યારે તેને તમારા પ્રેમની ,હૂંફની જરુર હોય છે નહી કે તિરસ્કારની ! અને સૌથી મોટી વાત આજે એ આ પીડા સહન કરે છે,તે તમારા આવતી કાલના બાળક માટે , જો તે આ ન કરતી હોત તો ડાયનાસોરની જેમ આપણી પણ  બધીજ પ્રજાતિઓ નાબુદ થઈ ગઈ હોત !! પણ અફસોસ છે કે આજે પણ એ જ હાલ છે ,

આજે પણ જો બેગમાંથી સેનેટરી પેડ બહાર પડી જાય તો સ્ત્રીઓ શરમથી પાણી પાણી થઈ જાય છે , હંમેશા હું પીરીયડ્સમા છું ને બદલે મને તાવ આવે છે તેમ કહી દે છે … વ્હિસ્પર બોલવું હોય તો પણ યુ કેન નોટ સે ઈટ લાઊડલી , જસ્ટ વ્હિસ્પર અબાઉટ ઈટ !!!! નહીતર અમુક xy chromosomes વાળા પ્રાણીઓને આનાથી હુગ ચડે , ચીડ ચડે ,ઘીન્ન આવે… પછી ભલે તેમનું અસ્તિત્વ પણ  ઘરતી પર એ જ વસ્તુને કારણે કેમ ન ટકી રહ્યું હોય !!!

જલપરી


એક વાર એક નાની છોકરી હતી નામ હતુ એનુ તાની. તાની ઉનાળાની રજામાં તેના દાદીને ઘરે મૈત્રીગંજમા રોકાવા ગઈ,રોજ સાંજે તાની તળાવની આસપાસ રમે ,ફરે,બેસે અને રાત પડે એવી ઘરમાં આવતી રહે. પણ તેને ત્યાં ગમતું નહીં કારણકે તેની સાથે રમવા જેટલું કોઈ હતું નહીં તેથી તે તળાવ પાસે બેઠી બેઠી રડતી હતી ત્યારે તેનો રડવાનો અવાજ સાંભળી તળાવમાંથી કોઈકે મોઢું બહાર કાઢ્યું ,તેને જોતાજ તાની હેબતાઈ ગઈ .એક સુંદર મુખાકૃતિ, ગોળ ગોળ ગોટી જેવી મોટી મોટી આંખોં ,ગુલાબી ગુલાબી કમળની પાંદડી જેવા હોઠ , લાંબા સોનેરી વાળ બધું ખુબજ સુંદર પણ કમરની નીચેનો આખો ભાગ માછલી જેવો! એક નાનકડી જલપરી ! તાની તેને જોતીજ રહી..પોતાની આંખો પર તેને વિશ્વાસ બેસતો નહતો તેણે તાનીને પૂછ્યું ,”તું શું કામ રડે છે ? તને શું તકલીફ છે મને કહે ” તાનીતો પહેલા ડરી પણ પછી બોલી “મારે કોઈ સખી નથી રમવા માટે કોઈ નથી હું એકલી છું ” આ સાંભળી પેલી નાની જલપરી બોલી ,”લે બસ આટલુંજ?હું તારી સખી બનીશ” તાની ખુશ થઇ તેને તેનું નામ પૂછવા લાગી। પરી બોલી ,”મારુ નામ મુગ્ધા છે આ તળાવમાં નીચે તળેટીમાં અમારું સુંદર ગામ છે ત્યાં મારા જેવી બહુ બધી નાની જલપરીઓ છે.અમારી રાણી માતા પણ છે જે અમારી બધાથી મોટી પરી છે અને અમારું ધ્યાન રાખે છે” “મુગ્ધા-જેને જોતાજ બધા મુગ્ધ થઇ જાય “કેટલું સરસ નામ છે તાની બોલી ,”તમારા નગર માં બીજું શું શું છે મારે જોવા આવવું છે”જલપરી એ તાની ને ગળામાં પહેરવા એક જાદુઈ મોતી આપ્યું જેનાથી તે તેઓની દુનિયામાં જઈ શકે,તાની મોટી પેહરી જલપરી સાથે તેની દુનિયામાં ગઈ તેણે ત્યાં પરવાળાના રાતા રાતા ખડક જોયા ,હીરામોતીના ઢગલા,લાંબી શેવાળ,સોનાચાંદીની પેટીઓ જોઈ અને બીજી અસંખ્ય જલપરીઓ સાથે દોસ્તી કરી ,રાણીમાંએ તાનીને જયારે મન થાય ત્યારે આવવાની રજા પણ આપી.આમ તાનીને અનેક નવી સખીઓ મળી એ પણ બધી જલપરી।.મુગ્ધા તાનીને પાછી તેની દુનિયામાં મૂકી ગઈ અને ફરી તેને રમવા લઇ જશે એવું વચન આપીને ગઈ .